દેશની 50 શક્તિશાળી મહિલાઓ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ - આ યાદી શા માટે? : દેશના ખૂણે-ખૂણે મહિલાઓ ચમત્કાર કરી રહી છે. દરેક વિષયમાં. દરેક વિધામાં. તેમનો પ્રભાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ૫૦ નામોની યાદી શામાટે ? ભાસ્કરના આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ એ છે કે, તેમને એક સાથે એક જ લયમાં વાંચવાથી હિંમત મળે, જુસ્સો જાગે, ભરોસો વધે. આપણે બધા વાંચીએ, તેમનાથી પ્રેરણા લઇને. તેમની પસંદગીનો આધાર બની છે દેશભરમાં ફેલાયેલા અમારા વાચકોની અનૌપચારિક પસંદગી. ઘણા વિષય નિષ્ણાતોના અભિપ્રાય પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ઘ્યાન રાખવામાં આવ્યું છે કે, નામ એ હોય જેમના વ્યક્તિત્વ અને કતિત્વ બન્નેનો સમાજ પર પ્રભાવ હોય. આ યાદી નિણાર્યક તો નથી પરંતુ આરંભિક જરૂર છે. એટલે કે એક શરૂઆત. તમારા માટે, તમારા જ સહયોગથી અમે દર વર્ષે આ શરૂઆતને આગળ વધારીશું. એક યાત્રામાં બદલી દઇશું. તમારી પ્રતિક્રિયાની રાહ રહેશે. ૦૧ સોનિયા ગાંધી-અઘ્યક્ષ કોંગ્રેસ આઈ સખત ચહેરાનું રાજકારણ સામાન્ય હોય કે ખાસ, ૧૦ જનપથ પર પલકના એક ઝબકારાથી કરોડો લોકોના ભવિષ્યનો ફેંસલો કરતાં, ડિઝાઇનર સુતરાઉ સાડી, કાંડા પર પહોળા ડાયલની ઘડિયાળ અને ઝડપથી ચાલતાં સોનિયા બાળકોની જેમ ચાહથી ચોકલેટ ખ...