શેર રોકાણ ખરીદી માટે કે ટ્રેડિંગ માટે ?

સવાલ : મારી પાસે તાતા કેમિકલ્સના શેરો છે આ શેર રાખી મુકવા કે ખરીદીનો ભાવ આવે તો વેચી દેવા જોઈએ?

જવાબ : તમે આ શેર માત્ર ટ્રેડિંગ કરવા માટે ખરીધા છે કે ઈન્વેસ્ટમેન્ટ માટે તે તમે જણાવ્યું નથી. જો લાબાગાળાના ઈન્વેસ્ટમેન્ટ માટે ખરીધા હોય તો શેરોના વર્તમાન ભાવ જોવાનું છોડી દેજો. કારણ કે આ શેર લાબાગાળે તમને સારું વળતર અપાવી શકશે તેમાં કોઈ બે મત નથી. તાતા ગ્રુપે જૂથની અન્ય કંપનીઓ સાથે આ કંપનીને પણ વૈશ્વિક સ્વરૂપ આપ્યું છે. કંપનીએ જ અમેરિકાની જનરલ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકટ (જીસીઆઈપી)ને ૧૦૦.૫ કરોડ ડૉલરમાં સફળતાપૂર્વક હસ્તગત કરી હતી. આ હસ્તગત બાદ ટીસીએલ સોલવે બાદ વિશ્વની બીજા નંબરની સોડા એશનું ઉત્પાદન કરતી કંપની બની છે. આમ આગળ જતા કંપની વૈશ્વિક સોડા એશ માર્કેટમાં મોટો હિસ્સો મેળવશે. આ હસ્તગતને પગલે કંપની નીચા ખર્ચના કુદરતી સોડા એશ રિઝર્વ ધરાવતા લેટીના અમેરિકા જેવા ઝડપથી વિકસી રહેલા દેશમાં હાજરી નોંધાવી શકી છે.

વિશ્વમાં સોડા એશનું ૫૦ લાખ ટનથી વધુનું ઉત્પાદન કરતી ત્રણ જ કંપનીઓ છે, જેમાં સોલ્વે બાદ તાતા કેમિકલ્સનો બીજો ક્રમ આવે છે. જયારે ત્રીજા ક્રમે એફએમસી છે. સોલ્વે મહત્તમ ઉત્પાદન સિન્થેટીક એસનું છે, જયારે એફએમસી માત્ર કુદરતી મિનરટ ટ્રોનાની પ્રાપ્તિમાંથી જે સોડાએશનું ઉત્પાદન કરે છે. આની સામે જીસીઆઈપીને હસ્તગત કર્યા બાદ તાતા કેમિકલ બન્નેનું સમાન પ્રમાણમાં ઉત્પાદન કરતી કંપની બની છે. કંપનીએ માર્ચ, ૨૦૦૮ના તાતા ગ્રુપની પ્રતિષ્ઠા, વૈશ્વિક ક્ષમતા અને સ્થાનિક માગ જોતાં રોકાણ માટે આકર્ષક ગણી શકાય

Comments

Popular posts from this blog

Step by step guide on how to pay Income Tax that is due

Simple way producer–consumer problem's implementation in NodeJs

Rajiv Gandhi Equity Savings Scheme