દેશની 50 શક્તિશાળી મહિલાઓ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ - આ યાદી શા માટે? : દેશના ખૂણે-ખૂણે મહિલાઓ ચમત્કાર કરી રહી છે. દરેક વિષયમાં. દરેક વિધામાં. તેમનો પ્રભાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ૫૦ નામોની યાદી શામાટે ? ભાસ્કરના આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ એ છે કે, તેમને એક સાથે એક જ લયમાં વાંચવાથી હિંમત મળે, જુસ્સો જાગે, ભરોસો વધે. આપણે બધા વાંચીએ, તેમનાથી પ્રેરણા લઇને. તેમની પસંદગીનો આધાર બની છે દેશભરમાં ફેલાયેલા અમારા વાચકોની અનૌપચારિક પસંદગી. ઘણા વિષય નિષ્ણાતોના અભિપ્રાય પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ઘ્યાન રાખવામાં આવ્યું છે કે, નામ એ હોય જેમના વ્યક્તિત્વ અને કતિત્વ બન્નેનો સમાજ પર પ્રભાવ હોય. આ યાદી નિણાર્યક તો નથી પરંતુ આરંભિક જરૂર છે. એટલે કે એક શરૂઆત. તમારા માટે, તમારા જ સહયોગથી અમે દર વર્ષે આ શરૂઆતને આગળ વધારીશું. એક યાત્રામાં બદલી દઇશું. તમારી પ્રતિક્રિયાની રાહ રહેશે.
સખત ચહેરાનું રાજકારણ
સામાન્ય હોય કે ખાસ, ૧૦ જનપથ પર પલકના એક ઝબકારાથી કરોડો લોકોના ભવિષ્યનો ફેંસલો કરતાં, ડિઝાઇનર સુતરાઉ સાડી, કાંડા પર પહોળા ડાયલની ઘડિયાળ અને ઝડપથી ચાલતાં સોનિયા બાળકોની જેમ ચાહથી ચોકલેટ ખાય છે. સાસુમા ઇન્દિરાની જેમ આક્રમક તેવર દેખાડવાને બદલે સખત ચેહરાથી રાજકારણ કરે છે. કયારેક મુઝવણોના છેડા શોધતાં પુત્રી પ્રિયંકા વાઢેરાના હાથ પકડીને બેસી જાય છે. હળવામૂડમાં ઉત્તરાંચલ ફરવા અને પોતાની જાત પર બનનારા રમૂજ કે કાર્ટૂન પણ બહુ પસંદ કરે છે.
.....
૦૨ સુષમા સ્વરાજ -વિરોધ પક્ષના નેતા
ઉગ્ર મિજાજ
બિંદીથી વધુ કપાળ પર આવતા તેવર તેમના વ્યક્તિત્વનું બયાન કરે છે. ધારદાર ભાષણ તેમનો મિજાજ છે અને પુત્રી બાંસુરી સાથે પળ-પળ વાત કરવાની ટેવ. દુશ્મનોને પણ ભેગા કરવાની વિલક્ષણક્ષમતા. હાલમાં રાજકીય પરિદ્દશ્યમાં જોરદાર વાપસી.
......
૦૩ કરીના કપૂર-ફિલ્મ અભિનેત્રી
હું પોતાની ફેવરિટ
તે આંખો આંખોમાં જ મુસ્કુરાય છે. તમે જયારે તેમની સામે હોવ છો તો, તમારો વિચાર તેમની ખામોશ મરજીથી બદલાતો જાય છે. માહોલ એવો કે પદ્મ પુરસ્કાર મળે ત્યારે કહેવામાં આવે તેમને પ્રેમ કરવાથી આવા સમ્માન મળી શકે છે. તમે આ કૌર્વકીને સામંતવાદી ગણાવી શકો છો, તેમને કોઇ પરવા નથી. જીદ એવી કે, પસંદ પડે તો, ચમેલી બની ગઇ-પૈસા પણ અડધા જ લીધા. હાલમાં દરેક બીજી ટીનેજર તેમના જેવી વર્તણૂંક કરતી જણાય છે.
......
૦૪ નીતા અંબાણી-ચેરપર્સન, ડીએઆઈએસ
જે પણ ઇરછું...
પાબંદ એટલી છે કે, સમયસર પહોંચવા માટે ટ્રાફિક વચ્ચે ગાડી છોડીને પગપાળે ચાલવા માંડે છે. પોતે રાંધતા નથી પરંતુ મોડી રાત સુધી પતિ મુકેશ અંબાણીની રાહ જોઇને સાથે જ ભોજન કરે છે. ગમે ત્યાં હોય રવિવાર એટલે પરિવાર સાથે સાઉથ ઇન્ડિયન નાસ્તો. દરેક આંકડો મોઢે યાદ. જે ઇચ્છયું તે મળ્યું. નત્યાંગના નહીં બનાવાની કસક આજે પણ મનમાં છુપાવી છે. તેમની આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં નિયમોનું પાલન જરૂરી છે. શાહરુખ ખાનને પણ પેરેન્ટ્સ મીટમાં આવવું પડે છે.
......
૦૫ મમતા બેનરજી-રેલવે મંત્રી
ફટકારવામાં નિષ્ણાત
કોલકાતાના દીદી માણસની ટ્રેન ચલાવીને ખાસ બની ગયાં છે. મોટી પાર્ટીઓથી અલગ થઇને પોતાની ત્રીજી શક્તિ બનાવી. એટલું જ નહીં સિંગૂરથી નાની નેનો કારને દૂર સુધી ખદેડીને જ દમ લીધો. દુરન્તો ચલાવનારી મમતા તેજ નથી પરંતુ માનસિક દબાણ કરવામાં નિષ્ણાત છે. હરીફના પક્ષને ખોટું ખરું કહીને પણ લોકોને પોતાના બનાવીને સંબંધો મજબૂત બનાવવાનું તેમને બહુ સારી રીતે આવડે છે.
......
૦૬ પ્રિયંકા વાઢેરા - રા. નેતા કોંગ્રેસ આઈ
પરિવારનો શક્તિપુંજ
કાળા ટીશર્ટ અને જીન્સમાં ઝડપથી દોડીને કારમાં ચઢી જનારા પ્રિયંકા ૧૬ વર્ષની વયથી જ પ્રથમ સ્પીચ આપવા લાગ્યા હતા. તેજી બરચનથી મળેલા હિન્દીના પાઠે ભાષામાં કયારેય પાછળ પડવા દીધા નથી. જેટલા ખુશમિજાજ એટલા જ નીડર. ચરણસ્પર્શ કરવાની કોંગ્રેસની સંસ્કતિથી ચીઢ. હસ્તધૂનન શરૂ કર્યું. એમ.એ. બુદ્ધિસ્ટ સ્ટડીઝની સાથે મેડિટેશનના કોર્સ તેમને માતા સોનિયા અનેભાઇ રાહુલના શક્તિપુંજ બનાવે છે. રાજકારણની સમજ અને સ્વભાવ દાદી જેવા. જે મનમાં આવે છે તે નીડરતાથી કહી દે છે.
.......
૦૭ કેટરીના કૈફ-ફિલ્મ અભિનેત્રી
બોલિવુડની ચોથી ખાન
વહેલી સવારનો શોટ હોય કે મોડી રાત સુધી સેટ પર હંમેશ ૧૫ મિનિટ વહેલા પહોંચે છે. એટલે કે પાંચ વર્ષના સંબંધમાં સલમાન ખાનનો તેમના પર લેટ-લતીફનો રંગ ચઢયો નથી. મોડલિંગનું બેકગ્રાઉન્ડ હોવા છતાં બોલિવૂડની ચોથી ખાન બની ચૂકી છે. અફવાઓને સેન્ડલની હીલ નીચે કચડવાથી આત્મ વિશ્વાસ ઘણો છે. બહેનના એમએમએસની ચર્ચામાં ધેરાયા વગર તેને ઇન્ડ. માટે તૈયાર કરી રહી છે.
.....
૦૮ લતા મંગેશ્કર-ગાયિકા
ક્રેડિટ નહીં રોયલ્ટી
લતા મંગેશકર જેમ્સ બોન્ડની ફિલ્મોનાં બહુ દીવાનાં છે. ફોટોગ્રાફીમાં વિશેષ રુચિ. દ્રષ્ટિ એટલી તેજ છે કે, તસવીર જોઇને તસવીર ખેંચવાનો સમય પણ બતાવી દે છે. ક્રિકેટના એટલાં દીવાનાં છે કે, લોર્ડસ સ્ટેડિયમમાં તેમના નામે હંમેશ ગેલરી બુક રહે છે. પગમાં સોનું પહેરવાની ધારણાને પગમાં સોનાનો કડો પહેરીને તોડી. ગીત આયેગા આનેવાલાની ક્રેડિટ તો, નહીં પરંતુ તેની રોયલ્ટી આજે પણ લે છે.
.......
૦૯ શોભના ભરતીયા- ચેરપર્સન, હિન્દુસ્તાન ટાઇમ્સ
કલમનો કમાલ
વોશિંગ્ટન પોસ્ટના માલિક કેથરિન ગ્રાહમને રોલ મોડલ બનાવ્યા, પરંતુ તેમનાથી પણ આગળ નીકળી ગયાં. પિતાની સંપત્તિને અખબારી વારસાના સ્વરૂપમાં લાવીને એડિટોરિયલ ડાયરેક્ટર બન્યાં. ક્ષમતાઓના આધારે પોતાને આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમનના સ્વરૂપમાં સ્થાપિત કરીને નેશનલ ન્યૂઝપેપરનાં પ્રથમ વુમન ચીફ એકિઝ. બન્યાં. કલમના કમાલની સાથે બિઝનેસમાં પણ મજબૂત પકડ ધરાવે છે.
.........
૧૦ સાનિયા મિર્ઝા -ટેનિસ ખેલાડી
ખેલાડી નંબર વન
ક્રિકેટના દેશમાં ટેનિસનો સિતારો જગમગાવી દીધો. કટ્ટરવાદને ફગાવીને બૂટથી માંડીને બોયફ્રેન્ડ સુધી, હંમેશ સમાચારોમાં ચમકતી રહે છે. બાળપણના મિત્રને પતિને બદલે મિત્ર જ બનાવી રાખવાનો નિર્ણય લીધો. ક્રમાંકમાં પડવાને બદલે પોતાના વ્યક્તિત્વનું દબાણ હંમેશ હરીફ ખેલાડી પર બનાવીને રાખે છે. બિરયાનીની દીવાનગી વ્યાયામનો સમય મોટાભાગે વધારીદે છે.
.......
૧૧ કોકિલાબેન -રિલાયન્સની કુળ માતા
પરિવારનું નેતૃત્વ
રિલાયન્સની કંપનીઓ ભલે મુકેશ અને અનિલ અંબાણીના હાથમાં હોય પરંતુ ધીરૂભાઇ પછી બન્ને પુત્રોનું કમાન્ડ કોકિલા બેનના હાથમાં છે. તેઓ કિચનકવીન છે પરંતુ કડવા અને આકરા નિર્ણય લેવાથી ખચકાતાં નથી. બાળકો માટે ખાસ વાનગીઓ બનાવવાની સાથે કૂકરી એકસપર્ટ તરલા દલાલને પણ ટિપ્સ આપે છે. પોતે શાકાહારી છે અને આ નિયમ પરિવાર માટે પણ અમલમાં મૂક્યો છે.
.......
૧૨ નિરૂપમા રાવ- ભારતના વિદેશ સચિવ
ઘડાયેલાં કલાકાર
જાઝ હોય કે શાસ્ત્રીય સંગીત કોલેજના સમયથી આજ સુધી એક સૂર પણ બદલ્યો નથી. પાડોશી દેશો સાથે લાભદાયી નીતિઓ બનાવવામાં નિષ્ણાત કલાકાર. ગમે તેટલી વ્યસ્તતા હોય રેન રાઇઝિંગ કવિતા સંગ્રહના રશિયન અને ચીની ભાષામાં થયેલા અનુવાદ પર ચાંપતી નજર રાખી. થાકી જાય ત્યારે કવિતાઓમાં ડૂબી જવાથી રીલેકસ થાય છે.
..........
૧૩ મૃણાલ પાંડે- અઘ્યક્ષ, પ્રસાર ભારતી
એક નવી શરૂઆત
પ્રસાર ભારતી હવે ૬૩ વર્ષીય મૃણાલ પાંડેના કબજામાં. હિન્દી દૈનિકના પ્રથમ મહિલા તંત્રી. સ્વતંત્ર પોલના સ્વરૂપમાં તેમના વિચાર પરિવારોમાં બહુ પસંદ કરવામાં આવે છે. મહિલાઓની સ્થિતિ અને સંવેદનાને ઊડાઇથી સમજયું, વ્યકત કર્યું, લખ્યું પણ. સંપાદક તરીકે પણ સફળ પુરવાર થયાં. પ્રસાર ભારતીથી નવી શરૂઆતની આશા લોકોની સાથે તેમને પણ છે.
.........
૧૪ સાયના નેહવાલ -બેડમિંટન ખેલાડી
ટેન્શન બેબી એટેન્શન
પ્રેકિટસમાં સાયના એટલી વ્યસ્ત છે કે, સાત વર્ષથી તે કોઇ પાર્ટી અથવા રેસ્ટોરન્ટ્સમાં ગઇ નથી. ૫૦ કિલોમીટર દૂર સુધી પ્રેકિટસ પર જવાનો થાક એટલો હોય છે કે, તે સ્કૂટર પર પાછળ બેઠાં-બેઠાં જ ઊઘી જતી હતી.બાળપણમાં હસતી પણ નહોતી, જેના કારણે પરિવારવાળા બહુ ગભરાઇ ગયા હતા.
.......
૧૫ દીપિકા પાદુકોણ – ફિલ્મ અભિનેત્રી
હાઈ સિમ્પ્લિસિટી
હનીમૂન માટે પાંચ ફૂટ નવ ઈચની દીપિકાને ઈટાલીથી વધુ રોમેન્ટિક સ્થળ બીજું કોઈ નથી લાગતું. બ્રેકફાસ્ટ હેવી લેવાનું પસંદ કરે છે. સેટ પર ઘરનું બનેલું લન્ચ જ પસંદ કરે છે. કપડાંના મામલે કેઝ્યુઅલ. એક જીન્સ અનેક દિવસ પહેરવાની બાબતને તે સિમ્પ્લિસિટી કહે છે. સામાન્ય યુવતીઓ આવું પસંદ કરતી નતી. ‘બચના એ હસીંનો’ ફિલ્મના એક સીન માટે તેને લગભગ ૩૦ કબૂતરને તેના હાથ તથા ખભા પર બેસાડવા પડયા હતા. શોટ પૂરો થવા સુધીમાં તો ઘણું મોડું થઈ જાત. કબૂતરોએ તેને પરેશાન કરી નાખી હતી. ગ્રેજયુએશન બાકી હોવાથી હાલ તો કોરસ્પોન્ડન્સથી તેને આગળ વધારી રહી છે. ચોકલેટ ડેઝર્ટ અને થાઈ ફૂડથી દૂર રહેવું તેના માટે મુશ્કેલ છે. શરમાળ દીપિકાએ સાબુની એડવર્ટાઈઝમ?ન્ટ માટે સ્નાનનું દ્રશ્ય કરવા માટે ૫૦ રિટેક દેવા પડયા હતા.
......
૧૬ આશા ભોંસલે -ગાયિકા
રણકતી સ્પષ્ટ વાત
રણકતા અવાજની મિલ્લકા આશા ભોંસલે ભોજન પણ એટલું જ સ્વાદિષ્ટ બનાવે છે. ૭૬ વર્ષની ઉમરે પણ આશામાં એ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. તેની વિદેશમાં પાંચ સ્થળે આશાઝ રેસ્ટોરાં ચાલે છે. તણાવમાં હોય ત્યારે તે શાકમાર્કેટમાં લટાર મારવા નીકળી પડે છે. આશાતાઈ મિમિક્રીની પણ જબરદસ્ત આર્ટિસ્ટ છે. બર્મન દાના મુદ્દે તે એટલી ભાવુક બની જાય છે કે હિમેશ રેશમિયા દ્વારા તેની સરખામણી પોતાની સાથે કરવાથી ભારે નારાજ થઈ ગઈ. ટેલિવિઝન પર નારાજગી દર્શાવતા તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે - જ્યાં પણ મળશે, તેને બે થપાટ મારીશ. બર્મન દાની નકલ પસંદ કરતી નથી.
----
૧૭ સુનીતા નારાયણ -પર્યાવરણવિદ્
ડાઉન ટુ અર્થ
કોલ્ડ ડિ્રંકસમાં માલૂમ પડેલા જંતુનાશકોના મુદ્દે મિલ્ટનેશનલ કંપનીઓને હચમચાવી દેનારી સુનીતા નારાયણ હરિત રાજનીતિ અને નિરંતર વિકાસની સમર્થક છે. વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્રની આ ડિરેકટર ડાઉન ટુ અર્થ નામનું મેગેઝિન પ્રકાશિત કરે છે. દુનિયાની શક્તિશાળી કોકાકોલા અને પેપ્સી જેવી કંપનીઓ તેનાથી ડરે છે. પદ્મશ્રીથી સન્માનિત પર્યાવરણવિદ્ સુનીતાનું ફોકસ ગ્લોબલ ડેમોક્રસીથી લઈને કલાઈમેટ ચેન્જ રહ્યું છે.
----
૧૮ પ્રિયંકા ચોપડા -ફિલ્મ અભિનેત્રી
સનશાઈન ગર્લ
આઈ એમ હોટ, આઈ એમ નોટી... કંઈક આવી જ છે તે. સફેદ મર્સિડિઝ પોતે ચલાવે છે, તે પણ પાયજામા-ટીશટર્ પહેરીને. સ્કૂલની કોપીમાં તે પોતાના નામ સાથે સનશાઈન પણ લખતી હતી. પછી મિત્રો પણ તે જ નામથી તેને બોલાવવા લાગ્યા. દેશી ગર્લની ધૂમ યુવાનોમાં ખૂબ જ છે. ફલિમોમાં મસ્તી કરે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં પાર્ટીઓથી દૂર રહે છે. ઉદૂર્ અને અંગ્રેજીની કવિતાઓ લખે છે, પરંતુ ઈટ્સ પર્સનલ.
........
૧૯ બરખા દત્ત -ગ્રૂપ એડિટર એનડીટીવી
અગ્રેસિવ એન્કરિંગ
પત્રકારત્વનું જનૂન આ મહિલાને સ્પેશિયલ બનાવે છે. ટીવી શોમાં એગ્રેસિવ એન્કરિંગને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. યુદ્ધ રિપોર્ટિંગની માસ્ટર છે. કારગિલ યુદ્ધથી શરૂ કરેલા જુસ્સાની સફર મુંબઈ હુમલામાં દરેક આંખને રડાવી ગઈ. અનેકવાર સામાન્ય લોકોની નારાજગી પણ સહન કરવી પડી. તેમ છતાં બુલંદ અવાજ અને કલમ પકડનારી પ્રત્યેક ત્રીજી યુવતી બરખા દત્ત બનવાનું સપનું લઈને જ ઘરેથી નીકળે છે.
..........
૨૦ કણી મોઝી-રાજનેત્રી
પોએટ્રી ઈન મોશન
આર. માધવન સાથે ફિલ્મ કરી ચૂકેલી કણીમોઝી પોતાના જ લોકો સામે લડી રહી છે. પ્રાથમિક શિક્ષણ જયલલિતાની સ્કૂલ પ્રેઝન્ટેશન કોન્વેન્ટ, ચર્ચ પાર્ક થવાનો પ્રભાવ તેના રાજનીતિમાં આવવાનો એક અનોખો દ્રષ્ટિકોણ હોઈ શકે છે. અત્યાર સુધી પિતા કરુણાનિધિનાં નામ ઉપરાંત તમિલનાડુમાં તેની કોઈ ઓળખ નથી. રાજનીતિના દાવપેચ ઉપરાંત કવિતા, કલા, સાહિત્ય જીવનનો અમૂલ્ય હિસ્સો છે.
......
૨૧ ચંદા કોચર -પ્રોફેશનલ
ટોચની સફર
સપ્તાહના અંતમાં કાર્યસ્થળ ઉપરાંત ચંદાને શોધવી હોય તો મિલ્ટપ્લેકસ સૌથી યોગ્ય વિકલ્પ હશે. મહિલાઓ માટે બનેલી સાનુકૂળ નીતિઓએ તેને ટોચ પર પહોંચાડી દીધી. પરંતુ મંદીના સમયમાં કેટલીક અભેદ નીતિઓએ આ લેબલ હટાવી દીધું. આંકડા વચ્ચે સંગીત સૌથી નિકટનો સાથી છે. ખાવામાં મીઠાઈની સાથે થાઈ અને મુગલઈ ફૂડ ખૂબ જ પસંદ છે.
..........
૨૨ ઐશ્વર્યા રાય-અભિનેત્રી
રેસથી દૂર
ગ્લોબલ ઈમેજ ધરાવતી એશ નંબર વનની રેસથી દૂર જતી રહી છે, કારણકે બિગ બી પરિવારને પસંદ કરનારા લોકો તેને પણ કેટલાક અંક આપી જ દે છે. યુવાનોના રૂમમાં હવે એશના પોસ્ટ લાગેલા નથી હોતા. તેમ છતાં તે સૌથી વધુ ફી લેતી અભિનેત્રી છે. પતિને બદલે સસરા અમિતાભ બચ્ચનનો હાથ પકડીને સમારંભમાં આવે છે ત્યારે દર વખતે બરચન પરિવારની સંસ્કતિ ચર્ચાનો વિષય બની જાય છે.
..........
૨૩ માયાવતી -મુખ્યમંત્રી ઉ.પ્ર.
સરમુખત્યાર બહેનજી
ખિસામાં પણ હાથી રાખીને ચાલનારી બહેનજીના ગઢમાં જવા માટે ગાંધી પરિવારે પણ બે વાર વિચારવું પડયું. ગુરુ કાંશીરામે કહ્યું હતું કે તું મહારાણી બનીશ. ઉત્તર પ્રદેશમાં બની ગઈ અને બાકીના સ્થળે મૂર્તિઓ ઊભી કરી દઈને સંતોષ માની લીધો. હીરા-મોતીથી સજજ બહેનજી-તમે સરમુખત્યાર કહી શકો છો-તેને બેઠકમાં જૂતાં જોવા પસંદ નથી.
..........
૨૪ કિરણ મજમુદાર શાહ -પ્રોફેશનલ
બાયોટેક વુમન
પાણીમાં ડૂબકી લગાવવાની રમતને વ્યવસાયમાં પણ અમલી બનાવ્યું. બાયોટેક બિઝનેસની સૌપ્રથમ મહિલા હંમેશાં પરિવર્તન માટે તલપાપડ હોય છે. પિતાએ પ્રેરણા આપી, પરંતુ પસંદગીની કારકિર્દીના મામલે તેમનો જ વિરોધ પ્રકાશમાં આવ્યો. ડિનરનું મેન્યુ, કટલેરી અને સાજસજાવટમાં પતિ સાથે હોય છે. ટોપ મહિલાઓની યાદીમાં ઉતાર-ચઢાવ આવે છે, પણ તેનો જુસ્સો કયારે નીચે નથી આવતો.
..........
૨૫ પ્રતિભા પાટિલ -રાષ્ટ્રપતિ
પદ છે ખાસ
તેમનું પદ જ તેમને ખાસ અને દેશના સૌથી પ્રભાવશાળી મહિલા બનાવે છે. તેમને ખબર નથી પરંતુ કેન્દ્રનો પ્રત્યેક નિર્ણય તેમના હસ્તાક્ષર પછી જ અમલી બને છે. શાકાહારી છે, પરંતુ પાલક નથી ભાવતી. પ્રતિભાએ ૧૯૬૨માં પહેરેલો કોલેજ ક્વીનનો તાજ આ દાયકામાં સાર્થક બન્યો.
.........
૨૬ નૈના લાલ કિડવાઈ -સીઈઓ, એચએસબીસી
હંમેશાં અગ્રેસર
૧૬ વર્ષની ઉમરે નક્કી કરી લીધું હતું કે તે બિઝનેસમાં જ આગળ વધશે. પોતાની મિત્ર મીરા નાયરને પણ પહેલી જ મુલાકાતમાં કહી દીધું હતું કે તે તેની આગળ કોઈ નીકળી નહીં શકે. તેને કારણે જ ડિબેટ હોય, સ્પોટ્ર્સ હોય કે અન્ય કોઈ કોમ્પિટિશન હોય...પહેલું સ્થાન મેળવવું જાણે તેની જીદ બની ગઈ હતી. પોતાની લિટરશિપ કવોલિટીને કારણે તે દિલ્હી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ બની. પહાડો પર ટ્રેકિંગ કરના માટે તે હંમેશાં તત્પર રહે છે. ઈન્ડિયન કલાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક તેને હંમેશાં એકિવટ રાખે છે.
.........
૨૭ મેધા પાટકર -સમાજ સેવિકા
જમીન સાથેનું જોડાણ
હંમેશાં હાથ ફેલાવીને ઊડા પાણીમાં ડૂબવા દોડી જતી હતી. આજે જીવન પણ કંઈક એવું જ છે. તેના આંદોલનને ફેશનેબલ કહેવાતા હતા. આજે તેનાથી જોડાવું ગર્વની બાબત છે. હંમેશાં રિઝર્વેશન વિના ટ્રેનની જનરલ બોગીમાં જ મુસાફરી કરે છે. જગ્યા ન મળે તો નીચે બેસીને પણ મુસાફરી પૂરી કરવામાં વાંધો નથી. યાદશક્તિ એટલી સારી કે તમે ૨૦ વર્ષ પછી પણ મળ્યા હો તો ઓળખી જાય. નકામી પડેલી વસ્તુઓને ગરીબો વચ્ચે વહેંચી દે છે. વિસ્થાપિત બાળકોના શિક્ષણ માટે મહારાષ્ટ્રમાં ૫૦થી વધુ સ્કૂલ ચલાવી રહી છે.
.........
૨૮ સુધા મૂર્તિ-લેખિકા અને એકિટવિસ્ટ
સેવાની મૂર્તિ
ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણિતા છે. આ પ્રવૃત્તિ માટે તેમને ઈન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. તેને કણાટર્કની તમામ સરકારી શાળાઓને કમ્પ્યૂટર અને લાઈબ્રેરીની સુવિધા પૂરી પાડવા માટેની ઝુંબેશ હાથ ધરી છે. તેઓ કમ્પ્યુટર સાયન્સ ભણાવે છે અને ફિકશનમાં લેખનકાર્ય પણ કરે છે. તાતા મોટર્સમાં પસંદગી પામનારા તેઓ સૌ પ્રથમ મહિલા એન્જિનિયર હતા. અંધકાર હોય તો માત્ર એક મીણબત્તી સળગાવી લો, આવી ફિલોસોફી સાથે સુધા જીવન જીવે છે.
.......
૨૯ શીલા દીક્ષિત -મુખ્યમંત્રી, દિલ્હી
સતત ભાગીદારી
દિલ્હીના મુખ્યમંત્રી શીલાએ યુએન કમિશન ઓન સ્ટેટસ ઓફ વીમેનમાં સતત પાંચ વર્ષ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી પણ છે. જુલાઈ ૨૦૦૮માં તેમને જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રીનો એવોર્ડ આપ્યો હતો.
.........
૩૦ અમૃતા પટેલ -ચેરમેન, એનડીટીવી
તંત્રમાં સુધારો
કુરિયનની જગ્યા લેવી એ આસાન નહોતું. તેઓ માત્ર એક પ્રોફેશનલ મહિલા નહીં પરંતુ સમસ્યાઓના ઉકેલની કડીનો એક હિસ્સો છે. દરેક મહિલાની આવક ચાલુ રાખી તેમાં વધારો કરવામાં તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય જેવા મુદ્દા અને હાલના તંત્રમાં સુધારાના પ્રયાસો કરી રહ્યા છે. મિશન હરિયાળીને સાકાર કરી તેનો ફેલાવો કરવામાં તેઓ વ્યસ્ત છે.
..........
૩૧ અરુંધતી રૉય -લેખિકા
બિગ થિંગ્સ
પોતાના લેખન માટે ઓળખાતા અરુંધતી રોય સારા આર્કિટેકટ પણ છે. તેમણે આર્કિટેકચર સ્કૂલ ઓફ દિલ્હીમાં તાલિમ લીધી હતી પરંતુ ફિલ્મ સ્ક્રિપ્ટમાં રસ હોવાથી એ ક્ષેત્ર છોડી દીધું. ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’ માટે તેમને બુકર એવોર્ડ મળ્યો છે. સમાજસેવા પ્રત્યે તેમના ઝુકાવના કારણે તેઓ નર્મદા બચાવો આંદોલન અને એન્ટી ન્યુકિલઅર મૂવમેન્ટ માં જોડાયા. તેઓ એક એકિટવિસ્ટ પણ છે.
.......
૩૨ સિસ્ટર નર્મિલા- સુપીરિયર જનરલ, મિશનરી ઓફ ચેરિટી
હેલ્પિંગ હેન્ડ
એક દિવસ પોતાની રૂમમેટને ગોઠણ પર ઉભી રહીને પ્રાર્થના કરતી જોયા બાદ સિસ્ટર નર્મિળાને પણ ઈશ્વરમાં આસ્થના જન્મી. ઈશ્વર સુધી પહોંચવા જરૂરિયાતમંદોને મદદ કરી એ શ્રેષ્ઠ માર્ગ હોવાનું તેમને લાગ્યું. મધર ટેરેસા સાથે કામ કરતી વેળા તેમણે મદદ જ જીવનનો ઉદ્દેશ્ય હોવાનું જાણ્યું. મિશનરિઝમાં આવ્યા બાદ તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. તેમને ભણવાનો ખૂબ જ શોખ છે. આ જ કારણે હાલ પણ તેઓ સમય મળે તો પુસ્તક લઈને બેસી જાય છે. મદદ ટેરેસાના સેવા કાર્યોતેઓ આગળ ધપાવી રહ્યા છે.
......
૩૩ કલ્પના મોરપરિયા- સીઈઓ, જેપી મોર્ગન
કામ જ જિંદગી
કામ મારા નામ જ નહીં પણ મારી જિંદગીનો પણ એક અભિન્ન હિસ્સો બની ગયું છે. તેના વગર મારી ઓળખ અધુરી છે. આ શબ્દો છે કલ્પનાના જેકામને પ્રાથમિકતા આપે છે. કામ અને ઘર વચ્ચે સંતુલન રાખવા તેઓ ઘરે પહોંચતા જ મોબાઈલ સ્વીચઓફ કરી દે છે અને સંપૂર્ણ સમય પરિવાર સાથે વિતાવે છે. તેમને બાળકો ખૂબ પસંદ હોવાથી ટીવી પર સારેગામાપા જુએ છે. નવા ડ્રેસ અને જવેલરી તેમને ખૂબ પસંદ છે
......
૩૪ ડો.ટેસી થોમસ -મિસાઈલ વૂમન
દેશની સુરક્ષા
સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના પ્રોજેકટ ડાયરેકટર ડો. ટેસી થોમસ સવારે ચાર વાગે ઉઠી જાય છે. અનેક વ્યવસાયિક જવાબદારી નિભાવવા સાથે તેઓ મોડી રાત સુધી પુત્ર તેજસને ભણાવે છે. જયારે બાળકોની બોર્ડની પરીક્ષા હતી ત્યારે આ વિજ્ઞાની માતા અગ્નિ મિસાઈલના પરીક્ષણના કારણે ઘરથી ઘણા દૂર હતા. થોમસના જણાવ્યા અનુસાર વધારે પગાર કરતા દેશની સુરક્ષા વધારે મહત્વની છે.
...........
૩૫ શ્રેયા ઘોષાલ -ગાયિકા
ચમકતો સિતારો
રિયાલિટી ટીવી શો અને મેકઓવરના કારણે યુવાનોમાં ભારે લોકપ્રિયતા હાંસલ કરનાર શ્રેયાએ ૨૬ વર્ષની વયે ચાર નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યા છે. શ્રેયાએ દેવદાસના ગીતો માટે ત્રણ દિવસ રિહર્સલ કર્યું હતું. દસ વર્ષ પહેલા શ્રેયાએ સંગીતની દુનિયામાં પગ મુકયો ત્યારે સાયન્સની વિધાર્થીની હતી અને બાદમાં આર્ટ્સમાં જોડાઈ હતી. સુરોની સાધક શ્રેયાની આંગળીઓ પિયાનો પર પણ સારી ચાલે છે.
........
૩૬ માં આનંદમયી (અગ્મા)
જાદુ કી જપ્પી
ભેટીને દુ:ખ દૂર કરવું એટલે કે જાદુ કી જપ્પી. આ કન્સેપ્ટ ભલે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં હોય પરંતુ અમ્માની જપ્પી વર્ષોથી તેમના શિષ્યોને શાંતિ આપે છે. નવ વર્ષની વયે અભ્યાસ છોડી તેમણે ઘરની જવાબદારી સંભાળી. બે કરોડથી પણ વધારે લોકો તેમની જપ્પીથી દુ:ખ ભુલી શકયા છે. ઊડા શ્વાસ સાથે દુ:ખી વ્યક્તિને ભેટી અમ્મા તેમના શિષ્યોના દુ:ખ લઈ લે છે.
.......
૩૭ કિરણ બેદી -સામાજિક કાર્યકર
મીઠી કમજોરી
લોકોને સાચો માર્ગ ચિંધનાર કિરણ બેદીની સવાર બુક લેકચર સીડી સાંભળવાથી શરૂ થાય છે. કસરત માટે રોજ નિયમ પ્રમાણે બે કલાક નક્કી જ છે.કડક ઓફિસર કિરણ બેદી કોલકાતાના રસગુલ્લા જોઈને નરમ બની જાય છે. સમાનતમાં વિશ્વાસ રાખતા કિરણ બેદીના લગ્નના રિસેપ્શનનો ખર્ચ પતિ-પત્નીએ પગારમાંથી અડધો અડધો કરીને આપ્યો હતો.
........
૩૮ મીરા કુમાર -લોકસભાના અઘ્યક્ષ
મધુર સ્પીકર
સ્વભાવે ખૂબ જ મધુર અને સૌમ્ય એવા મીરા કુમારને જોઈને કોઈ વિચારી પણ ન શકે કે તેમણે રાઈફલ શુટિંગમાં મેડલ મેળવ્યું છે. તેમની તર્કબુદ્ધિ વકીલાતના અભ્યાસના કારણે ખીલી છે પરંતુ તેમની કવિતા ઘણી સૌમ્ય હોય છે. તેમની કેટલીય કવિતા પ્રકાશિત થઈ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે તેઓ સારા ગાયિકા પણ છે. તેમના નિકટવતીર્ઓ ઘણી વખત તેમને ગીત ગાવાની અરજ કરે છે. સંસદમાં પણ તેઓ ઉચા અવાજે નથી બોલતા.
......
૩૯ મહેબૂબા મુફતી
હિઝાબનો વાવટો
૮૦ના દાયકામાં તેમને કોઈ ઓળખતું નહોતું પરંતુ અચાનક ૧૯૯૯માં તેઓ ચર્ચામાં આવ્યા. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વિભાજનમાં મહેબૂબાને મુખ્ય ભૂમિકા માનવામાં આવે છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી બનાવી મહિલા સશક્તિકરણ સાથે પુરુષ આધિપત્ય ધરાવતા ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવવાનો રસ્તો બતાવ્યો. કાશ્મીર જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારમાં હિઝાબ(બુરખો) છોડી સ્કાર્ફ બાંધવાનો ટ્રેન્ડ તેમણે જ શરૂ કર્યો છે.
.......
૪૦ મહાશ્વેતાદેવી -લેખિકા, સમાજસેવિકા
છારાના તારણહાર
પદ્મવિભૂષણથી સન્માનિત આ સામાજિક કાર્યકર્તા પિશ્ચમ બંગાળ અને ગુજરાતમાં પછાત ગણાતી છારા જ્ઞાતિના લોકોના કલ્યાણ માટે કામ કરે છે. તેમણે અમદાવાદમાં બાપુનગરમાં આવેલા છારાનગરમાં યુવા પેઢીને સાચો માર્ગ બતાવી થીયેટરમાં સક્રિય કર્યા છે.
.......
૪૧ અગાથા સંગમા-સાંસદ
તેજ નજર
ધીમા ડગલે આ યુવાશક્તિએ મંત્રીપદે શપથ લીધા. આ આહટથી પરિવર્તનના અનેક સંકેત પણ મળ્યા. પર્યાવરણ પ્રત્યે સક્રિય અગાથાએ એનવાયરમેન્ટ મેનેજમેન્ટમાં એમએ કર્યું અને હવે તેઓ મેઘાલયમાં ગ્રામીણ વિકાસની નવી ગાથા લખી રહ્યા છે. તેમની આંખોને કોઈ દ્રશ્ય વસી જાયતો તુરંત તેઓ કેમેરામાં કેદ કરી લે છે.
..........
૪૨ સુલજજા ફિરોદિયા મોટવાની -બિઝનેસ વુમન
બુલંદ ઈરાદાના ડગલાં
અમેરિકાના ટ્રેન્ડ પર સમસ્યા જાણવા માટે કોઈનું પણ સ્કૂટર ચલાવી જોવાની રજૂઆત. વ્યવસાયમાં તેમના જેવા બોલ્ડ નિર્ણયનું જોખમ બીજુ કોઈ ન ઉઠાવી શકે. એમડી બન્યા પહેલા તેઓ રાષ્ટ્રીય સ્તરના બેડમિંટન ખેલાડી હતા. તેઓ મરાઠી, રાજસ્થાની, સિંધી તેમજ ફ્રેન્ચ બોલી શકે છે.
.......
૪૩ વસુંધરા રાજે -રાજનેતા
ગુસ્સાનો શોખ
તેમને શોખ છે કોઈના પર ગુસ્સે થવાનો.કયારેક પાર્ટીના કાર્યકર્તા તો કયારેક મીડિયા પર. પોતાનું વેબપોર્ટલ શરૂ કરનાર વસુંધરા પાસે સાડિઓનું સુંદર કલેકશન છે. રાજકીય પરિવારમાંથી આવેલા વસુંધરા રાજસ્થાનના ઘોલાપુરના મહારાણી બન્યા હતા. સંયુકત રાષ્ટ્ર દ્વારા વુમન ટુગેધર એવોર્ડથી તેમનું સન્માન કરાયું હતું.
.....
૪૪ મેનકા ગાંધી -સમાજસેવિકા
અબોલના માતા
રાજકીયક્ષેત્રે ખાસ સફળતા હાંસલ ન કરી શકતા અબોલ પ્રાણીઓ વચ્ચે તેમને જીંદગી વધુ સારી લાગવા લાગી. લગ્ન પહેલા બોમ્બે ડાઈગના રૂમાલની જાહેરખબરથી આજે સુતરાઉ સાડી ધારણ કરનાર આ સમાજસેવિકાના ચહેરા પર તેમના જેઠાણી સોનિયા કરતા આગળ ન વધી શકવાનો વસવસો જોવા મળે છે.
........
૪૫ અંજોલી ઈલા મેનન -ચિત્રકાર, શિલ્પકાર
કલાના પર્યાય
પદ્મશ્રીથી સન્માનિત અંજોલી ઈલા મેનને વિદેશની આર્ટ ગેલેરીમાં પોતાની કલાકતિઓનો સંગ્રહ પ્રદર્શિત કરતા તેમના ઘણા વખાણ થયા હતા. ફ્રેન્ચ સરકારની સ્કોલરશીપ મેળવનાર અંજોલીએ ૧૫ વર્ષની વયે જ સ્કૂલ છોડતી વખતે કેટલાક ચિત્રો વેરયા હતા. ફ્રાન્સમાં મેકિસકન ચિત્રકાર ફ્રાન્સેસ્કો સાથે પણ તેઓ સ્ટુડિયોમાં સહભાગી બન્યા હતા.
......
૪૬ શહનાઝ હુસૈન -બ્યુટી એકસપર્ટ
અરીસાથી પ્રેમ
તેમના ઘરની દરેક દિવાલ પર અરીસો છે. ઈન્દિરા ગાંધી માટે તેમણે ખાસ રજનીગંધા મોશ્ચરાઈઝર તૈયાર કર્યું હતું. સવારે ચાર વાગ્યા સુધી કામ કરે છે. મોડી રાત્રી સુધી મિટિંગ ચાલતી હોવાથી કર્મચારીઓને પરિવારને પણ તેઓ સાથે જ બોલાવે છે. ફિલ્મો, તેમના માટે ભોજન અને ગેમ્સની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મોટા લાઈફસ્ટાઈલ સ્ટોર્સ તેમના વગર અધુરા માનવામાં આવે છે.
.....
૪૭ રિતુ કુમાર-ફેશન ડિઝાઈનર
બોલિવૂડથી દૂર
રિતુકુમારના ડિઝાઈનર કલેકશનથી રાજકુમારી ડાયના અને જેમિમાખાન પણ અળગા રહી શક્યા નથી. મિલાન સુધી પોતાનું કલેકશન પહોંચાડનાર રિતુએ કોલકાતા નજીકના ગામથી કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાના પ્રથમ ફેશન શો માટે તેમણે દોસ્તોને રેમ્પ પર મોડેલિંગ કરાવ્યું હતું. બોલિવૂડ માટે ડિઝાઈનિંગ કરવામાં તેમને ખાસ રસ નથી.
......
૪૮ વંદના લૂથરા-બ્યૂટીફિશન
બ્યૂટી બાઈટ
૨૦ વર્ષની વયે તેમણે બ્યૂટી કોર્સ પુરો કર્યોહતો. આઉટલેટ ખોલ્યા બાદ તેઓ પેરિસ, જર્મની અને લંડમાં બ્યૂટી કોર્સ કરવા ગયા. વંદના પાસે ઘણી ગાડીઓ પરંતુ બીએમડબ્લ્યૂ એકસફાઈવમાં મુસાફરી કરવી તેમને ગમે છે. તેઓ તેમના પતિને શ્રેષ્ઠ ડ્રાઈવર માને છે.
........
૪૯ પરમેશ્વર ગોદરેજ-એન્ટરપ્રેન્યોર
ખાસ મહેમાનગતી
પરમેશ્વરની પાર્ટીઓ અને તેમના મહેમાનો હંમેશા ખાસ હોય છે. વિચારો મળી જાય તો તેઓ શ્રેષ્ઠ મિત્ર સાબિત થઈ શકે છે. તેમના પ્રોજેકટસમાં કિલન્ટન કે વર્સાચે સાથે હોવું તેમના માટે કોઈ મોટી વાત નથી. નાના પૌત્રની લાઈફસ્ટાઈલમાં રસ લેવાનું તેમને ખૂબ ગમે છે.
.....
૫૦ મિલ્લકા સારાભાઈ- નત્યાંગના
નત્યની મિલ્લકા
બંને કાનમાં હંમેશા અલગ અલગ એરિંગ પહેરે છે. નત્યના માઘ્યમથી તેઓ સામાજિક સમસ્યાઓ પર પ્રહારો કરે છે. ૧૫ વર્ષની વયે જ તેમણે ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ કયારેય જમવાનું નથી બનાવતા. તેમને શ્વાન પાળવાનો ખૂબ શોખ છે. પાલતુ શ્વાન સાથે તેઓ ઘણી વખત જોવા મળે છે.
Comments